જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
બનાસકાંઠા
 
District Education Office - Banaskantha | Home Page

મુખ્ય પાનું

વર્તમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજીના પરિવર્તનોને સ્વીકારી નવી ક્ષિતિજો....ને આંબે છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી બનાસકાંઠા દ્વારા....જિલ્લાની શિક્ષણ ક્ષેત્રની એક વેબસાઈટ ખુલ્લી મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

જિલ્લાની શાળાઓની વિદ્યાર્થી સંખ્યા, કર્મચારીઓની વિગતો, શાળા મકાન, ભૌતિક સુવિધાઓની માહિતી....તાત્કાલિક મેળવી શકાય તે માટે કચેરી દ્ધારા પ્રોફાઈલનો નમુનો તૈયાર કરવામાં આવેલ છે, અને આ માટે ‘એકસ્પીડાઈટ સોલ્યુશન’, ૨૦૪, દ્વારકેશ કોમ્પ્લેક્ષ, સન ફાર્મા રોડ, જુના પાદરા રોડ, વડોદરા સાથે કરાર કરી......વેબસાઈટ તૈયાર કરવાની કામગીરી તેમને સોંપવામાં આવેલ છે.

ICT યોજના હેઠળ દરેક શાળાને વેબસાઈટ બનાવવા માટે જાણ કરેલ છે. શિક્ષણના તમામ સ્તર સાથે સંકળાયેલ જિલ્લા શિક્ષણાધિકારીની તમામ કર્મચારીઓના નંબરો / જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડ, જિલ્લા પ્રાથિમક શિક્ષણાધિકારીની કચેરી......ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ તમામ કચેરીઓની અદ્યતન માહિતી એક સામાન્ય નાગરિક પણ આ વેબસાઈટ પરથી મેળવી શકશે. શિક્ષણની અદ્યતન માહિતી દર્શાવતી આ વેબસાઈટ માટે આપ સૌ નો સહકાર અને સહયોગ મળી રહેશે જ એનો મને વિશ્વાસ છે...

શુભમ્ અસ્તુ.....
ધન્યવાદ

શ્રી બી.કે.પટેલ
શ્રી જિલ્લા શિક્ષણાધિકારી,બનાસકાંઠા